એક દેડકો હતો જે ઘણા વખતથી એક જ કૂવામાં રહેતો હતો. તે ત્યાં જ જન્મ્યો હતો અને ત્યાં જ ઊછર્યો હતો. દેડકાનું જીવન કૂવા પૂરતું જ મર્યાદિત હતું અને તે કૂવાને જ પોતાની દુનિયા માનતો હતો. એક દિવસ સવારમાં પૃથ્વીના પેટાળની હલનચલનને કારણે દરીયાના તળિયેની જમીન ધ્રુજે છે જેના કારણે ભૂકંપ સર્જાય છે અને આ ભૂકંપને કારણે જ દરિયાની સપાટી પર સુનામી સર્જાય છે, આ સુનામીના મોજા પાણીની વિશાળ દિવાલ બનાવી અત્યંત ઝડપી ગતિએ કાંઠા વિસ્તારો પર ત્રાટકે છે અને તે કાંઠા પર નો એક દેડકો સુનામીમાં દરીયાના પાણીના વહેણમાં તણાઇ જાય છે ને તે એક કૂવામાં આવી પડે છે.

 

પેલા દેડકાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે?”

 

“હું દરીયામાંથી આવું છું.”

 

“દરીયામાંથી? દરીયો વળી કેવડો મોટો છે? શું તે આ કૂવા જેટલો મોટો છે?” આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.

 

દરીયાના દેડકાએ જવાબમાં કહ્યું, “મિત્ર! દરીયાને તમે શું તમારા આ નાના કૂવા સાથે સરખાવો છો?”

 

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, “ત્યારે તમારો દરીયો તે વળી કેટલો મોટો છે?”

 

તમે શું મૂર્ખાઈભરી હવામાં વાત કરી રહ્યાં છો. દરીયાને તમે કેવી રીતે કૂવા સાથે સરખામણી કરી રહ્યા છો? દરીયો તો તમારા કૂવા કરતા કરોડો ગણો મોટો છે…

 

આ બન્ને દેડકાની વાત ચાલું હોય છે ત્યાં એક પેલા દેડકાનો ભાઇ આવે છે…. તો પેલો દેડકો તેના ભાઇ ને આખી વાત કરે છે તો તેનો ભાઇ તેની વાત સાથે સહમત થાય છે અને કહે છે કે અમારા કૂવા જેટલુ મોટુ બીજુ કંઇ નથી.

 

કૂવામાંના દેડકાએ કહ્યું, “સમજયા હવે! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે, આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ દરીયાનો દેડકો જૂઠ્ઠા બોલો છે, તેને તગડી મૂકવો જોઇએ.”

 

અત્યાર સુધી આપણી પણ આ જ મુશ્કેલી રહી છે.

 

હું હિન્દુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે, સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત તેના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહી છે અને તેને જ સમગ્ર જગત તેના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે.

 

ધર્મઝનૂન અને નફરતના માહોલમાં દિલ પર મલમ લાગે એવી આ ઘટના મન ઝૂંઝલાય ત્યારે યાદ કરવા જેવું આ અમનનું ચૈન છે. ધર્મવાદ અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન આ સુંદર જગતને આટલા વરસો થી આવરી રાખેલ છે. તે ધર્મઝનૂનને દુનિયાને હિંસાથી કેટલીવાર ભરી છે અને લોહીથી લથબથ કરી છે, અત્યાર સુધીના બધા ર્ધમના ફેલાવાના પ્રયાસમાં અનેક સંસ્કૃતિઓનો નાશ થયો છે અને સમગ્ર પ્રજાને નિરાશામાં ગર્ત કરી દીધી છે. ધર્મઝનૂનમાં માનવસ્વભાવ ને એટલી નેગેટીવીટી આકર્ષે છે કે સારી સકારાત્મક બાબતો દેખાતી નથી. મીડિયા પણ તેનો જ ફાયદો ઉઠાવે છે.

 

ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહી. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિર કે મસ્જિદમાં જવું અને શિવની ઉપાસના કરવી નકામી છે. પ્રેમનો આ સિધ્ધાંત વેદોમાં ગવાયો છે. ‘હિંદુ ધર્મ વિશે નિબંધ’માં સ્વામી વિવેકાનંદ શીખવે છે કે માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ. જેમ કમળપત્ર પાણીમાંથી જ ઊગે છે અને છતાં પાણીથી એ કદી ભીંજાતું નથી, તેમ માનવીએ જગતમાં રહેવું જોઈએ પણ એનું હૃદય પરમાત્મામય થવું જોઈએ અને એના હાથ કાર્યરત રહેવા જોઈએ. આત્મા એ ઈશ્વરી અંશ છે; માત્ર ભૌતિક પદાર્થના બંધનમાં એ બંધાયેલો છે. જ્યારે આ બંધન છુટશે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે. ઈશ્વરને નિ:સ્વાર્થ પ્રેમથી ચાહવાની વાત તેઓ કરે છે.

 

ધર્મઝનૂનની જડતાનો વિરોધ મેં પણ કર્યો જ છે, પણ એના પ્રતિકારના ખંડન સાથે જે જે સાત્વિકતા બચી છે, તેનું મુડન કરતા રહેવું તે જ માનવ સમાજનો એક સાચો વારસો છે. જો સનાતન ર્ધમ સિવાય જો બીજા કોઇ ર્ધમનું અસ્તિત્વ જ ન આવ્યું હોય તો માનવ સમાજે અત્યાર સુધીમાં જે કંઇ પણ પ્રગતિ સાધી છે તેના કરતા હજારો ગણી વધારે પ્રગતિ કરી હોત.

 

“વહેમ માનવજાતિનો મોટો શત્રુ છે, પણ ધર્મઝનૂન તેનાથી પણ મોટો શત્રુ છે.”