દિલોજાન થી ચાહું છુ તને…

ખુદા પાસે થી માગું છુ તને…

 

કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી,

હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને…

હકિકત માં ન મળે કદિ તોયે,

સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને…

એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે,

પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ તને…

તુ ના જ પાડશે તે તો નકકી જ છે,

પરંતુ તોયે બે વાત કરવા મળશે,

તેમ આ દિવાના દિલે સમજાવ્યુ મને…

હતી ક્યા ખબર એવી કે તુ પણ,

કરે છે દિલોજાન થી મહોબ્બત મને…

થાશે જો હવે દિલ થી દુર તો,

આંખ પણ ભીની નહિ થાય મારી,

કારણ કે આંસુ ની જગ્યાએ રાખી છે તને…

  

– દિવ્યેશ જે. સંઘાણી